HomeGujaratમોરબીમાં યુવાને ચાર ભાગીદારોના ત્રાસ, પ્રેમના નામે થતા મહીલાના બ્લેકમેલીંગથી કંટાળી ઉદ્યોગકારે...

મોરબીમાં યુવાને ચાર ભાગીદારોના ત્રાસ, પ્રેમના નામે થતા મહીલાના બ્લેકમેલીંગથી કંટાળી ઉદ્યોગકારે કર્યો આપઘાત

મોરબી રહેતા ઉદ્યોગકાર યુવાન ગઈ કાલે તેના ભાગીદારો દ્વારા ધંધામાં જે નુકશાન થયું હતું તે ચૂકવી દીધા હતા.જે રૂપિયા પણ ભાગીદારોએ પરત ન આપતા યુવાને ટેન્શનમાં હતો આ દરમિયાન અન્ય એક યુવતી તેના સંપર્કમાં આવી હતી અને તેની સાથે પ્રેમનું નાટક કરી થોડા થોડા રૂપિયા પડાવ્યા હતા બાદમાં વધુ રૂપિયાની માંગણી કરી દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી ચારેય બાજુથી ઘેરાયેલા યુવાને ગઈકાલે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો આ બનાવમાં મૃતકના બનેવીએ એ ડીવીઝન પોલીસ મથકમાં ૪ ભાગીદારો એક યુવતી અને યુવતીના સાથી વિરુદ્ધ  એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

મોરબીના એક કારખાનેદારઅશોકભાઈ પાડલિયા નામના 42 વર્ષીય યુવાને ગઈકાલે રાત્રે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો જે બાદ યુવકના બનેવી પ્રકાશભાઈ કુંવરજીભાઈ ભાડજા તેમના સાળાના આપઘાત માટે મજબુર કરવા માટે તેના ચાર ભાગીદાર ,અમદાવાદની યુવતી સહીતના લોકો ફરિયાદ નોધાવી હતી

પ્રકાશભાઈની ફરિયાદ મુજબ મૃતક અશોકભાઈએ  આરોપી અમિત વશરામભાઈ  ચાસેલા,ભાવેશભાઈ બાબુભાઈ વિડજા, બીપીનભાઈ મનસુખભાઈ  દેત્રોજા મનોજ હરખાભાઈ સાંણદિયાએ લખધીરપુર રોડ પર એક કારખાનું ભાડે રાખ્યું હતું જેમાં તમામ ભાગીદારોએ સાથે ધંધો કરી નફો નુકશાનલેતી દેતી કરતા હતા મૃતક અશોકભાઈ રો મટીરીયલ ખરીદીનું કામ સંભાળતા હતા ચાલુ ધંધામાં ખોટ આવતા અન્ય ભાગીદારોના કહેવાથી મૃતક અશોકભાઈએ રૂપિયાની વ્ય્વસ્ત્થા પણ કરી આપી હતી આ દરમિયાન અશોકભાઈના પિતાને હ્રદયની બીમારી થવાથી તેની સારવારમાં રોકાયા હતા આ દરમિયાના બાકીના ભાગીદારોએ અશોકભાઈ ના નામે વ્યવહાર ચાલુ રાખ્યો અને રો મટીરીયલ ખરીદી ટાઈલ્સ નો ધંધો ચાલુ રાખ્યો અને તેની રકમ આ ભાગીદારોએ વહેચી લીધું હતું પરંતુ અશોકભાઈ ને કશું આપવમાં આવ્યું ન હતું જયારે પિતાની સારવાર કરી પરત ફર્યા ત્યારે સ્થિતિ એવી આવી ગઈ કે કારખાનું બંધ કરવું પડ્યું હતું આ દરમિયાન  રૂ ૫ કરોડ જેટલું  પણ નુકશાન થયું તે ભાગે વહેચી લેવાનું નક્કી થયું હતું અશોકભાઈએ આ તમામ દેવું પોતાની એક મકાન અને ૬ એકર જમીન વહેચી ભર્યું હતું જે તે વખતે તમામ ભાગીદારો આ રકમ પણ આપી દેશી તેવી ખાતરી આપી હતી બાદમાં બધા પલટી મારી જતા અશોકભાઈ આર્થીક રીતે પડી ભાંગ્યા હતા જેથી ટેન્શનમાં પણ રહેતા હતા

આ સમય દરમિયાન અશોકભાઈ એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા જેને તેની સાથે પ્રેમ સંબંધનું તરકટ રચી અર્ચિતભાઈ નામના શખ્સ સાથે મળી રૂ ૭૦ લાખ પડાવી લીધી હતા તેમજ ખોટી ફરિયાદ ના નામે પણ બ્લેક મેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. અશોકભાઈથી એક પછી એક લાગેલા ઘા સહન ન થતા આપઘાત કરવા મજબુર બન્યા હતા

બનાવ અંગે પ્રકાશભાઈ ભાડજાની ફરિયાદ આધારે પોલીસે અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW