HomeGujaratમોરબીના ખાનપરમાં 108 ની ટીમે સગર્ભાની પ્રસુતિ કરી માતા અને બાળકનો જીવ...

મોરબીના ખાનપરમાં 108 ની ટીમે સગર્ભાની પ્રસુતિ કરી માતા અને બાળકનો જીવ બચાવ્યો

મોરબી તાલુકાના ખાનપર ગામના વાડી વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની સંગીતા બેન નામની મહિલાને પ્રસુતિ ની પીડા નો દુખાવો ઉપડતા દિલીપ ભાઈ એ 108 માં તરત જ કોલ કર્યા ની સાથે 108 સિવિલ લોકેશન ટીમ ના પાયલટ કૃષ્ણસિંહ અને ઈ એમ ટી કાજલબેન રાવલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા પરંતુ વાડી વિસ્તારમાં એમ્બ્યુલન્સ જઈ શકે એવો રસ્તો ન હોવાથી અન્ય વાહનમાં બેસીને દર્દી પાસે પહોચ્યા હતા ત્યાં જ મહિલાની પ્રસુતિ કરાવી માતા અને નવજાત બાળકની સ્થિતિ તપાસતા માતા બાળક બન્ને સ્વસ્થ હોવાનું સામે આવતા અંતે સ્ટ્રેચર મદદથી એમ્બ્યુલન્સ સુધી લઇ જવાયા હતા અને ત્યાંથી બન્નેને વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 108ના સ્ટાફ દ્વારા કરવામાં આવેલી આ ઉમદા કામગીરી માટે પરિવારજનોએ 108 ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,500SubscribersSubscribe

TRENDING NOW