મોરબી શહેરમાં હાલ ચોમાસાને પગલે અલગ-અલગ વિસ્તારોના રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે જેના કારણે શહેરીજનોને હાલાકીટ પડી રહી છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા લોકોની હાલાકી દૂર કરવા માટે આ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે શહેરમાં અલગ અલગ પાંચ વિસ્તારના રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાની સિટીફિકેશન શાખા અને સિવિલ શાખાઓ સંયુક્ત રીતે સમકથા વિસ્તારમાં આવેલા કેસર બાગ થી એલી કોલેજ રોડ સુધીના રોડનું 1.76 કરોડના ખર્ચે કામ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કૃષ્ણ સ્કૂલથી એસપી રોડ સુધીના ના સીસી રોડની કામ માટે રૂપિયા 58.1 લાખ મંજૂર કરી આ કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. શહેરની ચિત્રકૂટ સોસાયટીની શેરી નંબર એક બે ત્રણ પણ રૂપિયા 57.96 લાખના ખર્ચે રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે. કેદારિયા હનુમાન થી સેન્ટ મેરી સુધીના રોડ માટે 50.55 લાખ અને ચામુંડા નગર વિસ્તારમાં સીસી રોડ માટે રૂ. 18.61 લાખ મંજુર કરી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. મનપા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ચોમાસા દરમિયાન રોડ કામ લોકોની મુશ્કેલી દૂર કરવાના હેતુથી કર્યું છે. જેથી આ કામ ગુણવતા સાથે તેમજ લોકોને ટ્રાફિક સમસ્યા પણ ઉકેલાશે.
આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા સુપર સિનેમાંથી ચિત્રકૂટ સિનેમાને જોડતા રોડ અને પૂજારા ટેલિકોમથી ભવાની બેકરી સુધીના જોડતા રોડનું કામ પણ વાહન ચાલકોને કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે આયોજન કરવામાં આવશે તેવો સીટી ઇજનેરે જણાવ્યું હતું.

