મોરબીના નવા ડેલા રોડ વિસ્તારમાં આવેલ ઘાંચી શેરીમાં રહેતા અનીશ રફીકભાઈ પિંજારા નામના યુવાનને તેના જ વિસ્તારમાં જાબીર સિદ્દીક ભાઈ પીલુડીયા નામના શખ્સે ઘર પાસે બાઈક પાર્ક કરવા મુદે બોલાચાલી કરી હતી અને આ બોલાચાલી બાદ જાબીરે અનીશને શરીરમાં આડેધડ છરીના ઘા ઝીકી દીધા હતા ઘટના ની જાણ થતા અનીશના માતા દોડતા તેની પાસે પહોચ્યા હતા જોકે જાબીર ત્યાંથી ફરાર થઇ ગયો હતો જે બાદ યુવકને હોસ્પીટલ લઇ ગયા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવમાં મૃતકના ભાઈ શકીલ રફીકભાઈ e e ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે જાબીર સિદ્દીક ની ધરપકડ કરી હતી અને તપાસ હાથ ધરી હતી કેસની તપાસ બાદ કોર્ટે જેતે વખતે જેલ હવાલે કરવા આદેશ કર્યો હતો બાદમાં કેસમાં કેસમાં ચાર્જ ફ્રેમ થતા મોરબીની સેસન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો જેમાં સરકારી વકીલ વી સી જાની દ્વારા ફરીયાદી પરિવાર વતી દલીલો કરી હતી
સરકારી વકીલ દ્વારા આ કેસમાં મૃતકના માતા પિતા ભાઈ તેના મિત્ર ઉપરાંત તપાસ અધિકારી પોસ્ટ મોર્ટમ કરનાર તબીબ પંચનામામાં સહી કરનાર 6 પંચ,સહીતના 15 જેટલા મૌખિક પુરાવા તેમજ અલગ અલગ 40 જેટલા લેખિત પુરાવા પણ તપાસવમ આવ્યા થા તમામ પુરાવા અને સાહેદોના નિવેદન આધારે મોરબી સેસન્સ કોર્ટના જજ પી વી શ્રીવાસ્તવ દ્વારા આરોપી જાબીરને કસુરવાર માની આજીવન કેદની સજા ફટકારી હતી તેમજ 10 હજારનો દંડ ફટકાર્યો હતો

