ગુજરાત ATSએ અમદાવાદ અને મોડાસાના 2 સહિત અલકાયદાના ચાર આતંકીની ધરપકડ કરી હતી. 30 જુલાઈ, 2025ના રોજ આ ચાર આતંકીના જૂથની માસ્ટરમાઇન્ડ એવી બેંગલુરુની શમા પરવીનની ATSએ ધરપકડ કરી હતી. જે હાલ 14 દિવસના રિમાન્ડ પર છે. આ કેસમાં હવે એક નવો ઘટસ્ફોટ થયો છે.
શમા પરવીન સોશિયલ મીડિયા પર જે પોસ્ટ કરતી તથા કરાવતી એને હવે ATSએ ડીકોડ કરી લીધી છે. એમાં તેણે પાકિસ્તાનના આર્મી ચીફ(અસીમ મુનીર)ને ભારત સાથે સંઘર્ષ કરવાની વાત કરી છે. માત્ર એટલું જ નહીં, તેણે હિન્દુઓ તેમજ ભારતની લોકશાહી સામે પણ સશસ્ત્ર ક્રાંતિ કરવી પડશે એવી વાત સોશિયલ મીડિયા પોસ્ટમાં કરી હતી. આ ઉપરાંત કેટલાક ભડકાઉ ભાષણના વીડિયો પણ સામે આવ્યા છે. પોસ્ટ કરેલા કેટલા વીડિયોમાં RSS, હિન્દુઓ તથા મોદી વિરોધમાં પણ ઝેર ઓકવામાં આવ્યું છે. તેમજ ગુજરાતમાં થયેલા ડિમોલિશનના પણ વીડિયો બતાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અમેરિકા સામેના પણ ભડકાઉ ભાષણોના વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા.
ગુજરાત ATSની તપાસમાં સામે આવ્યું કે શમા પરવીન દ્વારા તેના અલગ-અલગ સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા શેર કરાયેલી સોશિયલ મીડિયા પોસ્ટના કેટલાક ટુકડાઓ મળ્યા છે. મે મહિનામાં જ્યારે ભારતની આર્મી ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાની આતંકીઓનો ખાત્મો બોલાવી રહી હતી ત્યારે કર્ણાટકમાં રહેતી શમા પરવીને ‘Strangers of the nation’ નામની ફેસબુક પ્રોફાઈલ પર લખ્યું કે ‘હવે સમય આવી ગયો છે હિન્દુત્વને ખતમ કરવાનો,’ આ સાથે તેણે પાકિસ્તાન આર્મી ચીફ મુનીરને મુસ્લિમ દેશોને એક કરવા પણ સંદેશો લખ્યો હતો. આવી અનેક દેશવિરોધી પોસ્ટ પણ પુરાવારૂપે ગુજરાત એટીએસે કબ્જે કરી છે.
તે ભારત-પાક સંઘર્ષ (07થી 10 મે) દરમિયાન ગઝવા ઉલ હિન્દ હેઠળ પ્રોજેક્ટ ખિલાફત શરૂ કરવા માટે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને કહી રહી છે. લાલ મસ્જિદ લાહોરના ઇમામ અબ્દુલ અઝીઝનું નિવેદન, ભારત સરકાર વિરુદ્ધ સશસ્ત્ર ક્રાંતિ દ્વારા ભારતમાં ખિલાફત વ્યવસ્થા સ્થાપિત કરવી.
અસીમ મુનીરનાં ભાષણો, ગઝવા ઉલ હિન્દ સાથે સંબંધિત, ભારતમાં હિંસા માટે ઉશ્કેરણીજનક ભાષણ, હિન્દુ સમુદાય અને લોકશાહી સંસ્થાઓને નિશાન બનાવતાં નિવેદનો. આ પોસ્ટ ડીકોડ થતાં હવે એનું સીધું પાકિસ્તાન આર્મી ચીફ સાથે કનેક્શન હોવાનું સામે આવી રહ્યું છે. ખાસ કરીને કેટલાક વીડિયોમાં પાકિસ્તાની આર્મી ચીફ ભારતના હિન્દુઓને ટાર્ગેટ કરવા માટે ભડકાઉ ભાષણનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એવી શક્યતા છે. ગજવા એ હિન્દ નામના એક્ટિવ મોડલને વધુ આક્રમક રીતે ફેલાવવામાં આવી રહ્યું હોવાની વિગતો ગુજરાત એટીએસએ શોધી લીધી છે

