HomeGujaratવલસાડ પોલીસે ઓપરેશન હન્ટ અંતર્ગત વિવિધ રાજ્યોમાંથી 112 જેટલા વોન્ટેડ આરોપીને શોધી...

વલસાડ પોલીસે ઓપરેશન હન્ટ અંતર્ગત વિવિધ રાજ્યોમાંથી 112 જેટલા વોન્ટેડ આરોપીને શોધી જેલ હવાલે કર્યા

ગુજરાત રાજયના ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી અને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય, ગુજરાત રાજય તથા પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ સાહેબ (IPS), સુરત વિભાગ, સુરત નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલા (IPS), નાઓના નેતૃત્વ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક, વલસાડ,વાપી તથા જીલ્લા એલ.સી.બી, પેરોલ ફર્લો સ્કોડ, એસ.ઓ.જી, જીલ્લાના પોલીસ સ્ટેશનો દ્રારા અલગ-અલગ ટીમો બનાવી જીલ્લાના અલગ-અલગ પોલીસ મથકમાં મર્ડર, લુંટ, ધાડ, બળાત્કાર, અપહરણ વિગેરે જેવા ગંભીર તથા અન્ય ગુનાના લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ જુના કેસ કાગળોનો ઝીણવટ પુર્વક અભ્યાસ કરી ટેકનીકલ ટીમની મદદ લઇ તથા હ્યુમનસોર્સ આધારે આરોપીઓની હયાતીની માહિતી મેળવી ભારત દેશના અલગ-અલગ રાજયમાં કેમ્પ રાખી જે તે રાજય/જીલ્લાના પોલીસ અધિકારીઓ તથા સ્થાનિક પોલીસ સાથે સંકલન કરી આરોપીના રહેણાંક વિસ્તારમા વેશપલટો કરી ખતપુર્વક મહેનત કરી તા.- 01/05/2025 થી તા.- 31/07/2025 સુધી ત્રણ માસના સમયગાળા દરમિયાન વલસાડ જીલ્લાના તથા ગુજરાત રાજયના અન્ય જીલ્લા તેમજ અન્ય રાજયના ગંભીર ગુનાઓમા લાંબા સમયથી નાસતા ફરતા કુલ-112 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW