હળવદ શહેર માં હાલ તહેવારનો ધમધમાટ શરુ થઇ ચુક્યા છે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ખરીદી માટે હળવદ શહેરમાં આવી રહ્યા છે ત્યારે આવી ભીડનો લાભ લઈ ખિસ્સા કાતરુ અને વાહન ચોર ગેંગને મોકળું મેદાન મળી જતું હોય છે ત્યારે હળવદ શહેરના ધ્રાંગધ્રા દરવાજા પાસે આજે બપોરના સમયે એક ઇસમ ચતુરાઈપૂર્વક મોટર સાઈકલ પર બેસીને થોડી વાર માટે ફોનમાં વાત કરતો હોય તેવું સીસીટીવીમાં કેદ થયું હતું અને ત્યારે બાદ આ ઇસમ ત્યાં પડેલું બાઈક લઈને રફુચક્કર થઇ જાય છે સામાન્ય રીતે દેખાતી આ ઘટનામાં જેમ માલિક હોય તેવી જ રીતે બાઈક ચાલુ કરીને રવાના થઇ જાય છે પરંતુ થોડી ક્ષણો બાદ જયારે બાઈક માલિક આવે ત્યારે ઘટના પરથી પડદો ઉઠી છે કે બાઈક પર બેસનાર ઇસમ ગણતરીની મિનિટમાં બાઈક ચોરી ફરાર થઇ ગયો હતો.ત્યાર બાદ આસપાસ ના સીસીટીવી ખંગાળતા આ બાઈક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને આ સીસીટીવી આધારે બાઈક માલિક હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે

