HomeGujaratમોરબી મનપા દ્વારા મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવ્રુતિ અન્વયે વિવિધ કામગીરી...

મોરબી મનપા દ્વારા મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવ્રુતિ અન્વયે વિવિધ કામગીરી કરાઈ

મોરબી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મોન્સૂન કામગીરીના ભાગ રુપે મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવ્રુતિ અન્વયે વિવિધ કામગીરી કરવામાં આવી હતી. જેમાં ઘર મુલાકાત લઇ પાણી ભરેલ પાત્રોની ચકાસણી કરવામા આવેલ તથા આવા પાત્રોમાં પોરા ઉત્પન્ન થતા અટકાવવા પોરાનાશક દવાઓ નાખવાની પ્રવ્રુતિઓ હાથ ધરવામા આવી હતી. તેમજ ખુલ્લી ગટર તેમજ વોકળામા મચ્છરના થાય તે માટે દવા છંટકાવ તથા ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી.

મચ્છરજન્ય રોગોથી બચવા માટે ઘર વપરાશના પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકવા, સાંજના સમયે બારી બારણા બંધ રાખવા, મચ્છરદાનીમાં સુવાનો આગ્રહ રાખવો, મચ્છર કરડે નહી તે માટે આખુ શરીર ઢંકાય તેવા કપડા પહેરવા, ઘરની આજુબાજુ ભરાયેલ બંધિયાર પાણી વહેતુ કરી દેવા વગેરે તકેદારી રાખવા તેમજ તાવના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેંન્દ્ર નો સમ્પર્ક કરવા અપીલ કરવામાં આવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW