HomeGujaratવાંકાનેર-માળિયા નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર ખાડાઓ,એમાં ભરાયેલા પાણીના કારણે અક્સમાતનું જોખમ

વાંકાનેર-માળિયા નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર ખાડાઓ,એમાં ભરાયેલા પાણીના કારણે અક્સમાતનું જોખમ

વાંકાનેર બાઉન્ડ્રી થી માળીયા સુધીના 95 કિમી ના   નેશનલ હાઇવે 27 માં દિવસ દરમિયાન 5000થી વધુ ટ્રક અને અન્ય નાના મોટા વાહનોની અવરજવર રહે છે.  નેશનલ હાઇવે  ઓથોરિટી ને દર વર્ષે ચોમાસા પહેંલા હાઇવે ની  બન્ને સાઈડ ના  વરસાદી પાણીના નિકાલ માટેની કુંડી સાફ કરવાની અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની હોય છે આ ઉપરાંત વરસાદી સિઝન પહેલા નાં મોટા ખાડા ભરવાની કામગીરી કરવાની હોય છે જોકે નેશનલ હાઈવે ઓથોરિટી ના અધિકારીઓ  માત્ર ટોલ ટેક્સ ઉઘરાવવામાં જ રસ હોય તેમ ચોમાસા પહેલા આવી કામગીરી કરવામાં આવે છે કે કેમ   છેલ્લા દોઢ મહિનાથી પડી રહેલા વરસાદને પગલે માળિયા જામનગર હાઇવે ઓવર બ્રીજ  પાસે,માળિયા હળવદ હાઈવે ને જોડતા સર્વિસ રોડ,નેશનલ હાઇવે થી રાજકોટ હાઇવે પાસેના ઓવર બ્રિજનો સર્વિસ રોડ,ટીંબડી ગામ પાસેના સર્વિસ રોડ,માળીયા ફાટક પાસેના બ્રિજનો સર્વિસ રોડ,ત્રાજપર ઓવર બ્રીજ આસપાસના સર્વિસ રોડ,લાલપુર રફાળેશ્વર મકનસર બંધુનગર,ઢુવા , વાંકાનેર શહેર નજીક ઓવર બ્રિજ પાસેના સર્વિસ  રોડ એવા કુલ 19  જેટલા સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયેલા રહે છે જેના કારણે તેમાં મસમોટા ખાડા પડી ગયા છે અને આ ખાડાઓ જીવલેણ બન્યા છે ત્યારે નેશનળ હાઇવે ઓથોરીટી આ ખાડાઓ દુર કરે તેવી માગ ઉઠી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW