HomeGujaratમોરબી નવલખી પર અનેક ટ્રકના ચાલકો નશો કરીને તેમજ ઓવર લોડ...

મોરબી નવલખી પર અનેક ટ્રકના ચાલકો નશો કરીને તેમજ ઓવર લોડ ચલાવતા હોવાનો જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો દાવો કાર્યવાહી કરવા દાવો

મોરબીમાં દુર દુર ફેલાયેલા સિરામિક ઉદ્યોગ અને તેની સાથે જોડાયેલા અન્ય ઉદ્યોગ માં રો મટીરીયલ તેમજ ટાઈલ્સ તેમજ અન્ય તૈયાર માલ અન્ય સ્થળે ટ્રકમાં આવે છે જેના કારણે દરરોજ ૫૦૦૦થી વધુ ટ્રકની મોરબીમાં અવર જવર રહે છે જોકે આ પૈકી કેટલાક ચાલકો નશો કરીને વાહન ચલાવતા હોય છે તો કેટલાય ચાલક ઓવર લોડ વાહન લઈને નીકળી પડતા હોય છે અને અક્સમાત સર્જી નિર્દોષ વાહન ચાલક તેનો ભોગ બનતા હોય છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ કિશોર ચીખલીયાએ આરટીઓ મોરબીને એક આવેદનપત્ર આપ્યું છે જેં મોરબી નવલખી રોડ પર અવાર નવાર ઓવર લોડ ટ્રક ભરાઈ ને નીકળતી હોય જેમાં મોટા ભાગે કોલસો રેતી  પથ્થર અને કાંકરી હોય છે અને તે બરાબર ઢાકવામાં આવતા નથી જેના કારણે ટ્રક માં ભરેલ મટીરીયલ નીચે પડતા અન્ય વાહન ઝપટ ચઢી જતા હોય છે આ ઉપરાંત ટ્રક ચાલકો નશાની હાલતમાં ટ્રક ચલાવતા હોય છે જે પણ જોખમી હોય છે આ બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોર ચીખલીયાએ એ આર ટીઓને આવેદન પત્ર આપી કાર્યવાહી કરવા માગ કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW