ટંકારા પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ઇશ્વરભાઇ રાઠોડે આરોપી નિજામ ઇબ્રાહીમભાઇ આમરોણીયા, જેતુનબેન ઇબ્રાહીમભાઇ આમરોણીયા અને કાસમ ઇબ્રાહીમભાઇ આમરોણીયા રહે. બધા ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,
આરોપી નિજામ ઇબ્રાહીમભાઇ આમરોણીયા અગાઉ એન.ડી.પી.એસ.ના કેસમાં પકડાયેલ હોય અને અવાર નવાર પોલીસ ચેક કરવા જાય ત્યારે અગાઉના એન.ડી.પી.એસ.ના કેસનો ખાર રાખી પોતે તથા તેની માતા જેતુનબેન અને તેનો ભાઇ કાસમ આમરોણીયા પોલીસને જેમ ફાવે તેમ અપશબ્દ બોલી રોડ ઉપર દોડી જઇ વાહનોને અડચણ કરી ટ્રાફિકને અડચણ નહી કરવા સમજાવવા તથા ટ્રાફિક કલીયર કરાવવા જતા ત્રણેય આરોપીઓ પોલીસ પર હુમલો કરી કાયદેસરની ચાલુ ફરજમાં દબાણ ઉભુ કરી અને કાયદેસરની ફરજ દરમ્યાન ઉશ્કેરાટ અને બોલાચાલી કરી અપશબ્દ બોલી અપમાનિત કરી રમેશભાઈને તથા સાથેના બીજા કર્મચારીઓને ઇજા તથા ગંભીર ઇજાઓ પહોચાડી અને હવે મારા ઘરે તપાસ કરવા આવશો તો તમને બધાને જોય લઇશ તેમ ધમકી આપી હતી. આ બનાવ અંગે ફરિયાદીની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

