HomeGujaratટંકારાના જબલપુર ગામે ઉમાવંશી પોલીમર્સ કારખાનાની ઓફીસમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

ટંકારાના જબલપુર ગામે ઉમાવંશી પોલીમર્સ કારખાનાની ઓફીસમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે, સંજયભાઇ દુર્લભજીભાઇ પટેલ ટંકારા-લતીપર રોડ જબલપુર ગામની સીમમાં આવેલ ઉમાવંશી પોલીમર્સ નામના કારખાનાની ઓફીસમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે પોલીસે તે સ્થળે રેડ કરતા ત્યાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમો સંજયભાઇ દુર્લભજી ભાઈ ચારોલા, પ્રીન્સભાઇ પ્રવિણભાઇ લો અને શાંતીલાલ મગનભાઇ લો ને રોકડ રૂ.- 58,000 અને 5 મોબાઇલ ફોન તેમજ વેન્ટુ કાર કીમત રૂ.- 2,00,000 મળી કુલ કી.રૂ.- 2,88,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW