HomeGujaratમોરબીમાં વર્ષોથી બંધ પડેલી ગ્રીન ચોક લાયબ્રેરીનું રીનોવેશન પૂર્ણ, કમિશનરે ખુલ્લી મુકાવી

મોરબીમાં વર્ષોથી બંધ પડેલી ગ્રીન ચોક લાયબ્રેરીનું રીનોવેશન પૂર્ણ, કમિશનરે ખુલ્લી મુકાવી

મોરબી શહેરની ઐતિહાસિક ઈમારત સમાન ગ્રીન ચોક ગેટ કે જેમાં વર્ષો પહેલા નગર પાલિકા હસ્તકની લાયબ્રેરી કાર્યરત હતી અને અનેક પુસ્તક પ્રેમી લોકો વાંચન માટે આવતા હતા. પરંતુ જળ હોનારત તેમજ ભૂકંપના કારણે ગ્રીન ચોકની આ લાયબ્રેરીની હાલત અત્યંત ખરાબ થઇ ગઈ હતી. જર્જરિત સ્થિતિમાં હોવાથી તંત્ર દ્વારા લાયબ્રેરી બંધ કરી તેને અન્ય લાયબ્રેરીમાં ભેળવી દેવાઈ હતી. જોકે મહાનગર પાલિકા બન્યા બાદ વાંચન પ્રિય લોકો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા છાત્રોને સુવિધા મળે તે માટે કમિશ્નર સ્વપ્નીલ ખરે દ્વારા અલગ અલગ લાયબ્રેરીઓના રીનોવેશન કામ હાથ ધરવામાં આવ્યા છે.

જેમાં કેસરબાગ લાયબ્રેરી શાક માર્કેટ લાયબ્રેરી ગ્રીન ચોક ગેટ લાયબ્રેરી વગેરેને રીનોવેશન કામ ચાલી રહ્યા છે, ત્યારે ગ્રીન ચોક લાયબ્રેરીના રીનોવેશનની કામગીરી પૂર્ણ થતા કમિશ્નર સ્વપ્નીલ ખરે, ડે કમિશ્નર સંજય કુમાર સોની અને કુલદીપ સિંહ વાળાની હાજરીમાં લોકો માટે આ લાયબ્રેરી ફરી એકવાર ખુલ્લી મુકવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW