આગામી 25 જુલાઈથી હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ મહિનો શરુ થઇ રહ્યો છે અને આ મહિના દરમિયાન લોકો ઉપવાસ અને શિવ મંદિરમાં પૂજન કરતો હોય છે અને મોરબી શહેર તેમજ આસપાસના તાલુકા વિસ્તારમાં અનેક શિવ મંદિર કે અન્ય ધાર્મિક સ્થળ તરફ આવતા જતા રસ્તા તેમજ મંદિર પાસે નોનવેજની લારીઓ કે ખાટકી વાસ વિસ્તાર હોય ભક્તો ની અવર જવર દરમિયાન નોન વેજ વેચાણ લોકોની આસ્થાને ઠેસ પહોચાડી શકે છે આ ઉદ્દેશથી મોરબીમાં બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય સામાંજિક અને ધાર્મિક સંગઠનો દ્વારા કલેકટર તેમજ સબંધિત અન્ય વિભાગના અધિકારીઓને આવેદન પત્ર આપી શ્રાવણ માસ દરમિયાન જાહેરમાં નોન વેજ વેચાણ તેમજ મંદિર આસપાસ આવેલી દુકાનો લારીઓ કે હોટેલ બંધ રાખવા માં આવે તેવો આદેશ બહાર પાડવા માંગણી જાહેર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે

