મોરબી વાંકાનેર વચ્ચે દોડતી એક માત્ર ડેમુ ટ્રેન જેમાં મોટી સંખ્યામાં મુસાફરો વાંકાનેર જાય છે અને ત્યાંથી લાંબા અંતરની ટ્રેન મેળવે છે તો વાંકાનેર સ્ટેશનથી ઉતરી મોરબી સ્ટેશન આવે છે આ ઉપરાંત વાંકાનેર મોરબી વચ્ચેના અન્ય સ્ટેશનમાં પણ રોજ અપડાઉન કરતા મુસાફરો માટે આ ટ્રેન આશીર્વાદ રૂપ છે પરંતુ રાજકોટ ડીવીઝન દ્વારા ટેકનીકલ કારણ આપી છેલ્લા કેટલાક સમયથી તેની ટ્રીપ રદ કરવામાં આવી રહી છે ત્યારે આવતીકાલે તા 17ના રોજ દિવસ દરમિયાનની તમામ ટ્રીપ રદ કરી છે અને રેલ્વે વિભાગે લોકોને ડેમુ ટ્રેનથી મુસાફરી કરવાનું આયોજન ન કરવા સુચના આપી છે

