હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે જુના દેવળીયા ગામની બામણીયા નામે ઓળખાતી સીમમાં રેડ કરી હતી. જયાં રસીકભાઇ અરજણભાઇ ભોરણીયાની આવેલ વાડીના શેઢે જાહેરમાં જુગાર રમતા રસીકભાઇ અરજણભાઇ ભોરણીયા, અરવિંદભાઇ ઉર્ફે કાળુભાઇ મગનભાઇ ફેફર, ધીરૂભાઇ ઉર્ફે ખેરૂ અમરશીભાઇ અધારા, જયંતીભાઇ લાભુભાઇ ભોરણીયા, શંકરભાઇ રામજીભાઇ ભોરણીયા અને બળદેવભાઇ જગજીવનભાઈ કાલરીયા નામના છ શખ્સોને પોલીસે પકડી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 18,350નો મળેલ પોલીસે કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

