PHC કેન્દ્ર ખાખરાળાના ડો.એસ.એચ.જીવાણીની સુચના મુજબ ખાખરાળા PHC નીચે આવતા સેજાના ગામોમાં જૂલાઇ માસ ડેન્ગ્યુ વિરોધી માસ નિમીતે શાળાઓમાં ગપ્પી ફીશ તેમજ મેલરીયા-ડેંગીયુ ના મચ્છરના પોરા નિદશઁન દરેક ગામમાં શાળામાં બતાવવામા આવેલ તેમજ ગામમા પત્રીકા વિતરણ કરવામા આવેલ.
તેમજ ગામમા મેલરીયા ડેંગીયુ ચીકન ગુનીયા જેવા રોગો વિશે જનજાગૃતી ફેલાવવામા આવી, સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના વિસ્તારના ગામોમાં રેલી દ્વારા પણ ગામજનો ને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવેલ. મચ્છરના પોરા માછલીઓ કઈ રીતે ખોરાકમાં લે તે લાઈવ શાળાના બાળકોને બતાવવામાં આવીયુ. મેલરીયા, ડેંગુ જેવા રોગો થતા અટકાવવાના પ્રયાસ કરવામા આવેલ છે.
આ સાથે દરેક ગામમા પાણીમાં કલોરીનેશન ચેક કરવાની કામગીરી તેમજ પાણીજન્ય રોગચાળો અને મચ્છર જન્ય રોગચાળા વિશે લોકોને માહિતગાર કરવામા આવેલ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળાના સુપરવાઈઝર કે કે કાલરીયા દ્વારા દરેક ગામની વિઝિટ કરી અને યોગ્ય કામગીરી થાય તેમજ લોકો સુધી યોગ્ય માર્ગદર્શન મળે તેવું પણ આયોજન કરેલ હતું.

