HomeGujaratવેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, ડિસ્ટ્રિકટ જજને મેલ આવતાં કોર્ટ ખાલી કરાઈ

વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, ડિસ્ટ્રિકટ જજને મેલ આવતાં કોર્ટ ખાલી કરાઈ

 

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં આજે સવારે એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકીના પગલે તાત્કાલિક અસરથી કોર્ટ પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

ડિસ્ટ્રિક્ટ જજને ધમકી ભર્યો મેલ આવ્યો. પ્રાથમિક વિગતો મુજબ, આ ધમકી વહેલી સવારે ઈમેલ દ્વારા મળી હતી. ધમકી મળતાની સાથે જ ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલ દ્વારા તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી.

વેરાવળ કોર્ટના જૂના બિલ્ડિંગને ખાલી કરાવાયું, ધમકી મળ્યા બાદ તુરંત જ વેરાવળ કોર્ટના જૂના બિલ્ડિંગને ખાલી કરાવાયું હતું. સુરક્ષાની દૃષ્ટિએ વકીલો અને અસીલો સહિત તમામ લોકોને તાત્કાલિક કોર્ટ સંકુલની બહાર કાઢી દેવામાં આવ્યા હતા, જેના કારણે વેરાવળ કોર્ટ બહારના મુખ્ય માર્ગ પર વકીલો અને અસીલોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો.

આ ઘટનાના પગલે સમગ્ર વેરાવળ શહેરમાં અને ખાસ કરીને કોર્ટ પરિસરમાં ભયનો માહોલ સર્જાયો છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, એલસીબી અને એસઓજી સહિતની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,260SubscribersSubscribe

TRENDING NOW