HomeGujaratમોરબીમાં વૃદ્ધને રિક્ષામાં બેસાડી ખિસ્સામાંથી રૂ.18 હજાર સેરવી જનાર બે શખ્સોની ધરપકડ,...

મોરબીમાં વૃદ્ધને રિક્ષામાં બેસાડી ખિસ્સામાંથી રૂ.18 હજાર સેરવી જનાર બે શખ્સોની ધરપકડ, બે ફરાર

મોરબી શહેરમાં 15 દિવસ પૂર્વે નવા ડેલા રોડથી શાકમાર્કેટ આવવા માટે રીક્ષામાં બેઠેલા વૃદ્ધ સાથે ધક્કામુકી કરી ખિસ્સામાંથી રૂપિયા 18 હજાર સેરવી લેવાના બનાવમાં સીટી એ-ડિવિઝન પોલીસે બે આરોપીને ઝડપી લીધા હતા. જ્યારે આ બનાવમાં મહિલા સહિત બે આરોપી હજુ પોલીસ પકડીથી દૂર છે.

મોરબી શહેરના બાયપાસ રોડ ઉપર કામધેનુ સામે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા ભરતભાઇ હીરાભાઈ ડાભી નામના વૃદ્ધે સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.17 જુનના રોજ તેઓ ઘરનો કરિયાણાનો સામન લેવા માટે નવા ડેલા રોડ ઉપર ગયા બાદ શાકભાજી લેવા માટે શાક માર્કેટ જવું હોય નવા ડેલા રોડ ઉપરથી સીએનજી રીક્ષામાં બેઠા હતા. બીજી તરફ સીએનજી રીક્ષામાં અગાઉથી જ એક મહિલા અને પુરુષ બે ત્રણ બાળકો સાથે બેઠા હતા અને ફરિયાદી રીક્ષામાં બેસતા ચાલુ રીક્ષાએ ધક્કામૂકી કરી મારા બાળકો દબાઈ જશે કહી ભરતભાઈને સાઈડમાં બેસવાનું કહી નજર ચૂકવી ખિસ્સામાં રહેલા 18 હજાર રૂપિયા તફડાવી લીધા હતા.

બાદમાં રીક્ષા સિવિલ હોસ્પિટલ પાસે પહોંચતા રીક્ષા ચાલકે ભરતભાઈને ઉતારી રીક્ષા ભગાવી મૂકી હતી. 15 દિવસ પૂર્વે બનેલા આ બનાવ અંગે મોરબી એ-ડિવિઝન પોલીસ મથકમાં રીક્ષા ચાલક તેમજ અજાણી સ્ત્રી અને પુરુષ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા એ-ડિવિઝન પોલીસે આરોપી લાલજી ચીમનભાઈ ચુડાસમા, પ્રકાશ ઉર્ફે બકુલ નથુભાઈ સોલંકીને 50 હજારની કિંમતની રીક્ષા અને રૂ.3 હજાર રોકડા સાથે ઝડપી લીધા હતા.

આરોપીઓ રીઢા ગુનેગાર આ બન્ને આરોપીઓ વિરુદ્ધ રાજકોટ, ધોરાજી અને જેતપુરમાં અલગ-અલગ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. તેમજ આ બનાવમાં સંડોવાયેલા આરોપી પ્રકાશની પત્ની મનીષાબેન પ્રકાશ સોલંકી અને આકાશ સોલંકી ફરાર હોય આ બન્નેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW