હળવદથી સરાને જોડતો સ્ટેટ હાઇવે આશરે 20 કિલોમીટર લાંબો રોડ છે અને હળવદ શહેરની 4 ખાનગી શાળાના આશરે 10 હજાર વિદ્યાર્થીઓ દિવસભરના અપડાઉન કરતા રોડ પર ઠેર ઠેર ખાડા અને ગટરનાં ઢાંકણા ખુલ્લા મુકીને નગર પાલિકા તંત્રએ લોકોને ભગવાન ભરોસે છોડી દીધાં છે, ત્યારે હવે નગરપાલિકા તંત્ર દ્વારા ક્યારે રીપેરીંગ કરશે. ગટરનાં ઢાંકણા બદલશે અને સ્ટેટ હાઇવેના અધિકારીઓ ક્યારે એસી ચેમ્બરમાંથી બહાર નીકળી રસ્તાની ચકાસણી કરી મરામત કરશે જોવાનું રહ્યું.
હળવદ ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના ગામને જોડતા રોડની હાલત અને તે પણ સ્ટેટ હાઈવેની તો પછી ગ્રામ્ય વિસ્તારના રસ્તાની હાલત શું હશે તે સવાલ છે. હળવદ નગરપાલિકા તંત્ર દ્વારા શનિવારે ગટર સાફ કરવા માટે ઢાંકણું ખુલ્લા મુકીને જતા રહ્યા બાદ બુધવારે નગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી નથી અને ગટરનાં ખુલ્લા ઢાંકણામા કોઈનો અકસ્માત થાય તો જવાબદાર કોણ?
સરાને જોડતો સ્ટેટ હાઇવે રોડપર ઠેરઠેર તુટી ગયો છે અને માપવા માટે મેજર ટેપ પણ ટુંકી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ ખાંડા રાજથી કોણ મુક્તિ અપાવશે અને હજારો વાહનો અને વિદ્યાર્થીઓની તકલીફો દૂર કરવા માટે કેટલી રાહ જોવી પડશે તે નક્કી નથી.
હળવદથી ઘનશ્યામપુર, ભલગામડા, દીઘડીયા, સાપકડા, મુળી, સરા સહિત આશરે 20થી વધુ ગામોને જોડતો રોડ કમ્મરતોડ બની ગયો છે અને સ્ટેટ હાઇવેના અધિકારીઓ હજુ સુધી વરસાદ બાદ મુલાકાત લે તો ખબર પડે કે લોકોની શું હાલત છે.

