HomeGujaratમોરબીમાં વૃદ્ધને રિક્ષામાં બેસાડી ગઠીયાઓએ ખિસ્સામાંથી રૂ.18 હજાર સેરવી લીધા

મોરબીમાં વૃદ્ધને રિક્ષામાં બેસાડી ગઠીયાઓએ ખિસ્સામાંથી રૂ.18 હજાર સેરવી લીધા

મોરબીના ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા ભરતભાઈ હીરાભાઈ ડાભી નવા ડેલા રોડથી શાકમાર્કેટ જવા માટે રોડ પર ઉભા હતા. ત્યારે એક સીએનજી રિક્ષા તેની પાસે આવી હતી અને સ્થળ પર લઇ જવા માટે રિક્ષામાં બેસાડ્યા હતા. આ દરમિયાન એક મહિલા અને પુરુષે ધકામૂકી કરી ભરતભાઈના ખિસ્સામાંથી રૂ.18 હજાર સેરવી લીધા હતા અને વૃદ્ધની નજર ચૂકવી રફુચક્કર થઇ ગયા હતા. થોડીવાર બાદ જયારે ભરતભાઈએ રૂપિયા કાઢવા ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે રૂપિયા ન મળતા ચોરી થયા હોવાની જાણ થઇ હતી. જેથી તેઓએ આ અંગે એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. આ ફરિયાદ આધારે પોલીસે તે શખ્સો વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW