મોરબી જિલ્લાના માળિયા મિયાણા શહેર અતિ પછાત વિસ્તાર તરીકે છે. મોટાભાગના પરિવાર નિરક્ષર અને રોજગારી બાબતમાં ખૂબ પાછળ ધકેલાયો છે. જેના કારણે મોટાભાગની વસ્તી સરકાર દ્વારા વિતરણ કરવામાં આવતા રાશન પર નિર્ભર છે. આજની સ્થિતિ 3000થી વધુ રાશન કાર્ડ છે અને તેના માટે 5 જેટલી સસ્તા અનાજની દુકાનો છે, પરંતુ છેલ્લા 6 મહિનાથી ત્યાં અગાઉ જે દુકાન સંચાલક હતા તેઓએ રાજીનામું ધરી દીધા હતા.
જેની પાછળ સ્થાનિકો તરફથી વિતરણ વ્યવસ્થામાં સહયોગ આપતા ન હોવાથી અંધાધુંધી સર્જાય છે. પરિણામે કામગીરી કરી શકે તેમ નથી. તમામ દુકાનદારોએ આપેલા રાજીનામા બાદ થી અન્ય સસ્તા અનાજના દુકાન દારોને ચાર્જમાં કામગીરી સોંપી હતી, પરંતુ તેઓ પાસે અન્ય સ્થળના કામ હોવાથી અહી પૂરતો સમય આપી શકતા નથી. જેના કારણે અહીં રાશન વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. આ ઉપરાંત વારંવાર સર્વર ડાઉન રહેતા હોવાના કારણે ફિંગરપ્રિન્ટ મેચ થવામાં સમય લાગતો હોવાથી રાશન વિતરણ થવામાં સમય લાગે છે. પરિણામે સ્થાનિકો સાથે ઘર્ષણ થતું હોવાની ફરિયાદ વધી છે લોકો દ્વારા રાશન મળવામાં કલાકો લગતી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે આ બાબતે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
સર્વરનો ઈશ્યુ હોવાથી મુશ્કેલી થાય છે, સ્થાનિક આગેવાનો સહયોગ આપે તે જરૂરી
માળિયા શહેરમાં તંત્ર દ્વારા રાશન વિતરણ માટે પુરતો સહયોગ આપવામાં આવે છે, પરંતુ જયારે સર્વર ડાઉન હોય ત્યારે ફિંગર પ્રિન્ટ લેવામાં સમય લાગે છે. આવી સ્થિતિમાં અમારી કચેરી ખાતે પણ સ્ટાફ રોકીને લોકોના ફિંગર પ્રિન્ટ લઈ પ્રક્રિયા ઝડપી બનાવવા પ્રયાસ કર્યો હતા. સ્થાનિક લોકો સાથે પરવાનેદારોને વિતરણ બાબતે ઘર્ષણ થતું હોવાથી જ્યાંથી ચાર્જ સોપવામાં આવે છે. તેઓ પણ થોડા સમય પુરતું કામ કરી છોડી દે છે જરૂર પડે અમે પોલીસ બંદોબસ્ત રાખી છીએ પરંતુ અમારી અપેક્ષા છે કે સ્થાનિક આગેવાનો અમને પુરતો સહયોગ આપે જેથી લોકોને યોગ્ય રીતે વિતરણ વ્યવસ્થા થઇ શકે તેમ માળિયા મામલતદાર એચ સી પરમારે જણાવ્યું હતું.
જે દુકાન ઇન્ચાર્જ ચાલે છે તેના માટે જરૂરી પ્રકિયા હાથ ધરી દેવી છે
માળિયા મિયાણા શહેરની તમામ દુકાનમાં કાયમી પરવાનેદાર માટે અરજી પ્રકિયા હાથ ધરી દેવાઈ છે. તેમની અરજીઓ પણ મળી છે તાજેતરમાં અચાર સહિતા હોવાથી જિલ્લા સંકલન બેઠક મળી શકી ન હતી. હવે સંકલન બેઠક મળી ગયા બાદ આ રીપોર્ટ ત્યાં રજુ કરશે જરૂરી પ્રકિયા પૂર્ણ કરી દુકાન શરુ કરવ પ્રયાસ કરશે પ્રકિયા પૂર્ણ થયા બાદ એક સપ્ટેમ્બર બાદ વ્યવસ્થા નિયમિત થશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી જૈમીન કાકડિયાએ જણાવ્યું હતું.

