આજના સમયમાં લોકો શોપિંગ મોલ કે દુકાનમાં ખરીદી કરવાના બદલે ઓનલાઈન વેબસાઈટ કે વિવિધ પ્લેટફોર્મ પર નાની સોયથી લઇ જીવન જરૂરી અનેક વસ્તુની ખરીદી કરતા હોય છે ઘણા કેસમાં લોકોને સંતોષ તો કેટલાક કિસ્સામાં કડવા અનુભવ થતા હોય છે મોરબી માં એક યુવાનને ઓનલાઈન વેબસાઈટથી ઓર્ડર આપ્યા બાદ જે ચીજ વસ્તુ મગાવી હતી તેમાં કડવો અનુભવ થયો હતો મળતી માહિતી મુજબ
મોરબીના મહેન્દ્રનગર નજીક ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા રવી રમેશભાઈ ભાડલા નામના યુવાને tread.india.com પર ઓનલાઈન કુર્તી સર્ચ કરતા તેમાં 150ના કિમતની એક કુર્તી હોવાનું જણાવાયુ હતું જેથી તેઓએ 100 જેટલી કુર્તીનો ઓર્ડર આપ્યો હતો અને તેના માટે રૂ 15000 upi id 6359771885@axis bank માં ઓનલાઈન જમા કરાવ્યા હતા આ રૂપિયા જમા થયા બાદ સામેની પાર્ટી દ્વારા કુર્તીઓ મોકલવાના બદલે પાર્સલમાં જુનું ફોર્મલ પેન્ટ મોકલી દીધું હતું જે અંગે કંપનીમાં ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ ન મળતા રવિભાઈએ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ૭૦૪૧૪ ૫૯૫૯૬ અથવા 0 upi id 6359771885@axis bank ના ધારક સામે ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે