મોરબી શહેરમાં થોડા અમથા વરસાદમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાઈ રહી છે અને તંત્રની આ આવડત ના કારણે આપ પાણી અનેક દિવસો સુધી નિકાલ ન થતો હોવાના કારણે ત્યાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે, ત્યારે આવી જ એક સમસ્યા શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા જુના હાઉસિંગ બોર્ડના એસટી પીકપ સ્ટેન્ડ નજીક જોવા મળી રહ્યા છે.
એક તરફ બ્રિજના પીલરની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ વરસાદી પાણીના ખાબોચિયા પણ ભરાયેલા છે જેના કારણે વાહન ચાલકોને ક્યાંથી પસાર થવું તે મોટો સવાલ ઉભો થયો છે આ ઉપરાંત પાણીના સમયસર નિકાલના થવાના કારણે ત્યાં ગંદકી ગંજ ખડકાયા છે. જેના કારણે ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધે તેવી આશંકાઓ સેવાય રહી છે. આ અંગે સ્થાનિક આગેવાન મહાદેવભાઈ ગોહિલે લોકો દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી વહેલી તકે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી તેવી માંગણી કરવામાં આવી છે સાથે આ વિસ્તારમાં મનપા તંત્ર દ્વારા ડોર ટુ ડોર કચરાના ટ્રેક્ટર સમયસર મોકલવામાં આવે જેથી કચરો સમયસર ઉપડે તેવી વ્યવસ્થા કરવાની પણ માંગણી કરવામાં આવી છે.

