જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા ગઈકાલે તારીખ – 29/06/2025 ને રવિવારે દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી, જુના બસ સ્ટેન્ડ, મોરબી ખાતે મોચી સમાજના એક દિકરીના લગ્નનું આયોજન તેમજ મોચી સમાજ મોરબી ના વિદ્યાર્થીઓ માટેના સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ લગ્નોત્સવ કાર્યક્રમમાં મોરબી માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહમાં બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત તેમજ મોચી જ્ઞાતિ મોરબીના અગ્રણી પ્રદીપભાઈ વાળાની પ્રેરક ઉપસ્થિતિ રહેલ. આ લગ્ન ઉત્સવમાં મોરબી મોચી સમાજના દાતાઓના સહયોગથી દિકરીને 150 જેટલી વસ્તુઓ કરિયાવર પેટે આપવામાં આવેલ તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહમાં KG થી ધોરણ 12 સુધીના બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવેલ તેમજ મોરબી મોચી જ્ઞાતિ અગ્રણી પ્રદીપભાઈ વાળા દ્વારા પ્રેરક ઉદબોધન આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં મોરબી મોચી સમાજના પરિવારજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. કાર્યક્રમના અંતે અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવેલ. આ બંને કાર્યક્રમનું સફળ આયોજન જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબીના પ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડ અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવેલ.

