મોરબીના વાવડી ગામે બજરંગ સોસાયટીમાં રહેતા લાલજીભાઈ ઉર્ફે કૌશિક જગદીશભાઇ નિમાવતે આરોપી જાકીર હુસેન, ઇસુ મુસા કટારીયા, શબ્બીર અબ્બાસ, હુરબાઇબેન અલીભાઇ, ફાતમાબેન દાઉદભાઇ, GJ-12-BZ- 8346નો ચાલક તથા અન્ય પંદરથી વીસ અજાણ્યા વ્યકિતઓ વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના મિત્ર સાગર પલાણને એક બોલોરે પીકઅપ GJ-12-BZ- 8346 વાળી ગાડીમાં કોઇ પશુ ભરેલ હોવાનો શક હોય અને તે તેની પાછળ ખાટકી વાસ ખાતે જતા તેને માર મારતા હોવાનો વોટસઅપ વોઇસ મેસેજ એે.વી.જી.પી. ગૌ રક્ષક દળ ગુજરાત રાજય નામના ગૃપમાં મુકેલ જે મેસેજ સાંભળી ફરીયાદી તથા તેનો મિત્ર રવી જીતેન્દ્રભાઇનાઓ તેઓને બચાવવા જતા ત્યા દિનેશભાઇ રામજીભાઇને લાકડાના ધોકા વડે તથા ઢિકાપટુનો માર મારતા હોય અને તેને બચાવવા જતા આરોપીઓએ ફરીયાદી તથા તેના મિત્રોને માર માર્યો હતો.
જ્યારે સામા પક્ષે મોરબીના ખાટકી વાસમાં રહેતા સબીરભાઈ અબ્બાસભાઈ તરકબાણએ આરોપી મહેબુબ સુલેમાન સુમરા, સાગર કાંતીલાલ પલાણ, રવી હીતેન્દ્રભાઇ પાલા, કૌશીક ઉર્ફે લાલો જગદીશભાઇ નીમાવત અને દિનેશભાઇ રામજીભાઇ લોરીયા વિરુદ્ધ સિટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓ ફરીયાદીને ઘેટા બકરા દેવા આવેલ બોલેરો ગાડીમાં પાછળ ગૌ-માંસ ભરેલ હોવાની શંકા રાખી આવેલ અને ફરીયાદી અને સાહેદો સાથે વાતચીત કરતા હોય ત્યારે લતા વાળા માણસો ભેગા થઈ જતા વાતાવરણ તંગ બની જતા આરોપીઓએ ફરીયાદી અને સાહેદો સાથે ઝપાઝપી કરી ઈજા પહોંચાડી હતી. આ બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે બનેંની ફરીયાદના આધારે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

