HomeGujaratમોરબીના વિસીપરામાં ઘર પાસે બેસવાની ના પાડવા મુદે બે પરિવાર વચ્ચે...

મોરબીના વિસીપરામાં ઘર પાસે બેસવાની ના પાડવા મુદે બે પરિવાર વચ્ચે અથડામણ, સામ-સામી પોલીસ ફરિયાદ

મોરબી શહેરના વિસીપરા વિસ્તારમાં  ગત તા 25ના રાત્રીના સમયે ઘર પાસે ન બેસવા કહેવા મુદે બે પરિવાર વચ્ચે થયેલી બોલાચાલી બાદ વાત વણસી હતી અને એક બીજા પર ધોકા પાઈપ તલવાર સહિતના અલગ અલગ હથીયાર વડે હુમલો કરવામાં  આવ્યો હતો આ બનાવમાં બંન્ને પક્ષના લોકોને ઈજા પહોચતા મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા આ પૈકી કેટલાક લોકોને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા બનાવ અંગે બન્ને પક્ષ દ્વારા સામ સામે પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે
મળતી માહિતી મુજબ મોરબીના  વીસીપરા વાડી વિસ્તારમાં આવેલ ગુલાબનગરમાં રહેતા જીજ્ઞેશભાઈ ઉર્ફે કાનો  ગોવિંદભાઈ રાવાએ ,મોરબી બી ડીવીઝનમાં પોલીસ ફરિયાદ નોધાવી છે જેમાં તેને જણાવ્યુ હતું કે  આરોપી દાઉદભાઈ ઉમરભાઈ જામ  ને ઘર પાસે ન બેસવા માટે ઠપકો આપ્યો હતો જે બાદ તેને બોલાચાલી કરી હતી અને તેના પરિવારના અન્ય સભ્યો રાયધન દાઉદભાઈ જામ નઝમાબેન ઉમરભાઈ જામ  અમિનાબેન  ઉમરભાઈ જામ  લતીફ દાઉદભાઈ જામ  દાઉદભાઈનો ભાણેજ નવાબ  જાવેદ મેમણ દ્વારા ધોકા પાઈપ બેઝબોલ અને છરી સહીતન હથીયાર વડે તેમના પરિવાર પર હુમલો કર્યો હતો જેમાં જીગ્નેશભાઈ ના પિતા ગોવિદભાઈ તેમજ બાબુભાઈ, મહેશભાઈ કુવરબેન સહિતનાને ઈજા પહોચાડી ગાળો બોલી ધમકી આપી ફરાર થઇ ગયા હતા

આ બનાવમાં સામે પક્ષે દાઉદભાઈ ઉમરભાઈ જામે જીજ્ઞેશ ઉર્ફે કાનો ગોવિંદભાઈ ભરવાડ  વિજય ગોવિંદભાઈ ભરવાડ   મહેશ ગોવિંદભાઈ ભરવાડ  બાબુ ગોવિંદભાઈ ભરવાડ વિરુદ્દ્ધ ફરિયાદ નોધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે તે આરોપીના ઘર પાસે ગયો હતોત ત્યારે આ તમામ આરોપીઓએ તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો તેમજ આરોપીઓએ ધોકા પાઈપ કુહાડી સહિતના હથીયાર વડે  દાઉદભાઈના દીકરા રાયધન, નઝમાબેન તેમજ અમીનાબેન પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે બી ડીવીઝન પોલીસે અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW