HomeGujaratહાઈવે પર પાર્ક કરેલા વાહનની ટેંક તોડી ડીઝલ ચોરી કરી ગેરકાયદે...

હાઈવે પર પાર્ક કરેલા વાહનની ટેંક તોડી ડીઝલ ચોરી કરી ગેરકાયદે વેચાણનું રેકેટ ઝડપાયું

મોરબી તાલુકાના મકનસર ગામની હદમાં ધર્મ કાંટા પાસે કરના રામ  ધરમા રામ નામના ટ્રેક્ટર ચાલકના ટ્રેક્ટર અને દેવસંગભાઇના આઈસર ચાલકના આઈસરમાંથી ગત તા 24ના રાત્રીના સમયે એક બલેનો કારમાં આવેલા ચાર જેટલા શખ્સ આવી વાહનમાંથી અંદાજીત 330 લીટર જેટલો ડીઝલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા આં અંગેની ટ્રેક્ટર ચાલકે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી આ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી કે ડીઝલ ચોરીમાં સંડોવાયેલ બલેનો કાર અને તેમાં રહેલા ચાર જેટલા શખ્સ તાલુકા પોલીસની હદમાં ફરતા હોય આ બાતમી આધારે તાલુકા પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન મકનસરગામની હદમાંથી ડીઝલ ચોરી કરનાર વડોદરા જિલ્લાના સાવલી ગામના અજય છના ચૌહાણ, હળવદના મેરુપર ગામના જીગ્નેશ ભરત ખેર, ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના જસાપુર ગામના વિક્રમ ભગવાનજી ચાવડા,ધર્મેન્દ્રસિંહ પ્રવીણસિંહ પરમારને ઝડપી લીધા હતા અને તેઓ પાસેથી બલેનો કાર 11 ખાલી બેરલ ડીઝલ ટેંક તોડવા ઉપયોગમાં લેતા નાના મોટા સાધનો પ્લાસ્ટિક પાઈપ સહીતનો રૂ 3,61,450 નો મુદામાલ જપ્ત કર્યો હતો

આરોપીઓની પૂછ પરછ કરતા આ ચોરાયેલ ડીઝલ હળવદ તાલુકાના મેરુપર ગામના મોબતસિહ ધીરુભાઈ પરમાર અને નીકુલ દીલુભાઈ પરમાર હળવદ તાલુકના ઘનશ્યામ ગઢ ગામનો બળદેવ પટેલ નામની વ્યક્તિ ખરીદી કરતા હોવાનું સામે આવ્યું હતું આ ઉપરાંત દેવરાજ ઉર્ફે દેવા બળદેવભાઈ  કોપીયાણી અને માળિયા મિયાણા તાલુકાના ઋતુરાજસિંહ બળદેવસિહ પરમારની પાસે થી ચોરી ની ઘટના ને અંજામ આપવા બલેનો કાર લીધી હોવાનું સામે આવ્યું હતું હાલ બનાવ અંગે તાલુકા પોલીસે અલગ અલગ બનાવ આધારે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW