મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે વિસીપરા નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા હરેશ પૂરણ થાવરાણી નામના શખ્સને કુલ રૂ.- 4550ના મુદામાલ સાથે ઝડપી લઇ તેની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.