HomeGujaratમોરબીના મીરાપાર્કના એક મકાનમાંથી 4 કિલો 80 ગ્રામના પોશડોડાનો જથ્થો ઝડપાયો, એકની...

મોરબીના મીરાપાર્કના એક મકાનમાંથી 4 કિલો 80 ગ્રામના પોશડોડાનો જથ્થો ઝડપાયો, એકની ધરપકડ

મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, આરોપી જેન્તીભાઈ ઉર્ફે જનકભાઇ માવજીભાઇ બોપલીયા રહે. વાવડીરોડ, મિરાપાર્ક શેરી નં-૩ મોરબી વાળો પોતાના કબજા ભોગવટા વાળા રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ પોસડોડાનો જથ્થો વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા આરોપીના રહેણાંક મકાનમાં રેઇડ કરવામાં આવી હતી.

રેડ દરમિયાન રહેણાંક મકાનમાંથી માદક પદાર્થ પોસડોડાનો જથ્થો વજન 4 કિગ્રા 80 ગ્રામ મળ્યો, વજન કાંટો તેમજ પ્લા.ના ઝબલા, મોબાઇલ, રોકડ રકમ સહિત કુલ રૂ.- 24,240ના મુદામાલ મળ્યો હતો. આ મુદમાલ સાથે પોલીસે ઇસમની અટક કરી તેના વિરુધ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW