વાંકાનેરના માટેલ ઢુવા રોડ પર આવેલ સ્કોવેર સેનેટરીમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના વતની રાકેશભાઇ રાજુભાઇ સોલંકી નામના સગીરને ગત તા.-06/06/2025ના રાત્રીના દશેક વાગ્યાના અરશામાં ગળામાં દુખાવો થતા મકનસર ખાનગી હોસ્પીટલમાં સારવારમાં લઇ ગયા હતા અને દવા લઇને ઘરે આવી ગયા હોય તે બાદ સવારના વધુ દુખાવો થતા મોરબી ખાનગી હોસ્પીટલમાં સારવારમાં માટે ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.
જયારે બીજા બનાવમાં વાંકાનેરના દીધલીયા ગામે રહેતા મુઝફ્ફર ઉસ્માનભાઇ ખોરજીયા નામના યુવાને માનસિક બીમાર જેથી તેની પત્નિ પિયરમાં રિસામણે જતી રહેલ હોય અને તેના પિયરમાં દીકરીને જન્મ આપેલ હોય જેનુ મોઢુ પણ મુઝફ્ફરને જોવા દેતા ન હોય જે બાબતે મનોમન લાગી આવતા યુવાને પોતાની વાડીમાં જંતુનાશક દવા પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અનેગ એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

