મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે મકરાણીવાસ નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા સલીમભાઈ અજીતભાઈ મકરાણી, સમસુદીન તાજુદીનભાઈ મકરાણી અને સલીમભાઈ અદરેમાન મકરાણી નામના ત્રણ શખ્સોને રૂ.- 1100ના મુદામાલ સાથે પોલીસે પકડી લઇ તેની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

