મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના-2 નું અમલીકરણ કરવામાં આવ્યું છે.જેમાં મોરબી શહેરી હદ વિસ્તારના 162 ઘર વિહોણા પરિવારોએ BLC ઘટકના કેમ્પ મેળાના આયોજનમાં ભાગ લીધો હતો.જેમાં 30 ચોરસ મીટર થી 45 ચોરસ મીટર કાર્પેટ સુધીની મર્યાદામાં 2 રૂમ,રસોડું તેમજ શૌચાલય બાથરૂમની સુવિધા સાથે પાકા આવાસના બાંધકામ માટે ઓનલાઈન રજીસ્ટર કરવા અંતર્ગત કેમ્પ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાકા આવાસના બાંધકામ માટે ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે મોરબી મનપા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સોઓરડી અર્બન હેલ્થ સેન્ટર,રામદેવનગર મેઈન રોડ બાળા હનુમાન મંદિર આગળ બગીચામાં,સાઈબાબા મંદિર રણછોડનગર વી.સી.પરા,શક્તિમાં મંદિર સનાળા,દલવાડી સર્કલ આગળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ BLC ઘટકનો લાભ મેળવવા માંગતા શહેરીજનોને મોરબી મનપાએ મનપા કચેરીનો સંપર્ક કરવાનું જણાવ્યું છે.

