HomeGujaratમોરબી તાલુકાના પંચાસર ગામમાં માર મારવાની ઘટના બનતા નોંધાઈ ફરિયાદ

મોરબી તાલુકાના પંચાસર ગામમાં માર મારવાની ઘટના બનતા નોંધાઈ ફરિયાદ

મોરબીના પંચાસરમાં રહેતા વસંતભાઈ સાથે માર મારવાની ઘટના બનતા તેમણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વાત જાણે એમ છે કે, પંચાસરથી થારી સીમ તરફ જતા માર્ગનું કામ ચાલુ હતું. આ કામના લીધે વસંતભાઈના ઘર પાસેથી માટી ભરેલ ટ્રેક્ટર નીકળતા હતા. વસંતભાઈના ઘર પાસે જ માટી પડેલ હોવાથી તેમણે માટી સાફ કરાવવાનું કહેલ હતું. આ વાતથી આરોપી બળભદ્રસિંહ ઉશ્કેરાઈ જતાં વસંતભાઈને મન ફાવે તેમ ગાળો બોલ્યા હતા અને જાતી પ્રત્યે અપમાનિત કર્યા હતા.આરોપીએ માથાના ભાગે 4-5 થપ્પડ મારતા આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW