મોરબી ના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં હેલમેટ સેફ્ટિબેલ્ટ સહિતના સુરક્ષા સાધનો વિના કામદારો પાસેથી કામ કરાવવામાં આવે છે અને કેટલીક ફેકટરીમાં કામદાર નીચે પડી જવાના કારણે મોત થવાની ઘટના બનતી હોય છે ફેક્ટરી ધારકો દોષનો ટોપલો કોન્ટ્રાકટર પર ઢોળી દેતા હોય છે તો કોન્ટ્રાકટર ફેક્ટરી મજૂરો પર ધોળી હાથ ખંખેરી રહ્યા છે બીજી તરફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ માત્ર ઓફિસમાં બેસીને કાગળ પર સબ સલામતીના દાવા કરી રહ્યું છે આવી સ્થિતિમાં પરિવારની જવાબદારી નિભાવવા પોતાના જીવ જોખમમાં મુક્ત કામદાર નું શું તે સવાલ ઉભા છે
મોરબીના રફાળેશ્વર જીઆઇડીસીમાં આવી જ એક દુર્ઘટનાએ બે કામદારનો ભોગ લીધો હતો મળતી માહિતી મુજબ જીઓ ટેક કલર કંપનીમાંશેડના પતરા બદલતી વખતે બન્ને મજુરો નીચે પટકાયા હતા અને માથાના ભાગે તેઓને ઈજા પહોચતાતેઓનું મોત થયું હતું બનાવ અંગે તાલુકા પોલીસે અક્સમાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે
બનાવની વિગતો મુજબ, મોરબીના રફાળેશ્વર જીઆડીસી વિસ્તારમાં આવેલા જીઓ ટેક કલર કંપનીમાં ત્રાજપર ગામના વતની કિશોરભાઈ કાંતિભાઈ અદગામા નામના ૪૦ વર્ષીય શ્રમિક અને દિનેશભાઈ સોમાભાઈ વરાણીયા ૪૫ વર્ષીય શ્રમિક કંપનીના શેડના પતરા પર કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક બંને પતરા પરથી નીચે પટકાયા હતા. ગંભીર ઈજાઓને કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા.
મૃતકોના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માત મૃત્યુનો કેસ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ કારખાનામાં સુરક્ષા વ્યવસ્થા અને અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે.

