HomeGujaratવિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરાયું

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરાયું

આજે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે કમિશનર સ્વપ્નિલ ખરે, કોર્પોરેશનના સ્ટાફ તેમજ ગુજરાત ગેસ લિમિટેડ મોરબી એરીયાના હેડ કમલેશ કંટારીયા તથા ગુજરાત ગેસ લિમિટેડ ના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.

“વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો” અને વૃક્ષો એ પ્રકૃતિના ફેફસા છે, તેને સાર્થક કરવા આગામી દિવસોમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા 4000 થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, તેમજ મોરબી ખાતે 200 થી વધારે વૃક્ષો વાવવામાં આવશે.

વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે માનનીય કમિશનરે જણાવ્યું કે, પ્રકૃતિનું રક્ષણ આપણા સર્વજનોની સામુહિક જવાબદારી છે અને આવા કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ સાથે પર્યાવરણ પ્રત્યેની પ્રતિબંધતા વ્યાપક બની શકે છે અને આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વૃક્ષોનું જતન થાય અને શહેર લીલુછમ બને અને શહેરમાં હરિયાળી ક્રાંતિના દર્શન થાય તે માટે તમામ શહેરીજનોનો સહયોગ મેળવી અને મહાનગરપાલિકા દ્વારા આ માટે તમામ પ્રયાસો શહેરને લીલુંછમ બનાવવા કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW