HomeGujaratમોરબીના રંગપર નજીક પેટ્રોલ પંપ સામે બોલેરો ધીમે ચલાવવાનું કહેતા બે યુવક...

મોરબીના રંગપર નજીક પેટ્રોલ પંપ સામે બોલેરો ધીમે ચલાવવાનું કહેતા બે યુવક પર હુમલો

મોરબીના રંગપર બેલા રોડ પર વિરાટનગરથી આગળ તરલ ઇન્ડીયન ઓઇલ પેટ્રોલપંપ પાસે ગઈકાલે સાંજે વિરેન્દ્રસિંહ વેશુભા ઝાલાએ જીજે-૩૬-ટી-૦૭૧૩ નંબર બોલેરો ચાલક મહેશ છના ભરવાડને તેનું વાહન બરાબર ચલાવવાનું કહેતા આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતોં ને અજાણ્યા શખ્સ સાથે મળી વીરેન્દ્ર સિંહ અને યોગેન્દ્રસિંહ ઝાલાને ભુંડા બોલી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી આરોપી મહેશ ભરવાડે પોતાની પાસેની લોખંડની કુંડલી વાળી લાકડી વતી તથા સાથે અજાણ્યા ઇસમ આરોપીએ પોતાની પાસેના લોખંડના પાઇપ વતી ફરીયાદી તથા સાહેદ યોગેન્દ્રસિંહને આડેધડ
શરીરે માર મારી જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી ફરીયાદીને ડાબા પગમાં ફેક્ચર તથા જમણા પગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી તથા સાહેદ યોગેન્દ્રસિંહને માથામાં હેમરેજ તથા ફેક્ચર તથા ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચાડી પોતાના વાહન લઇ ફરાર થઇ ગયા હોવાની મોરબી તાલુકા પોલીસે મથકમાં ફરિયાદ નોધાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW