હળવદ પોલીસ ટીમ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન હળવદના વેગડવાવ રોડ પર એક GJ-06-HR-5665 નંબરનું બાઈક શંકાસ્પદ જણાતા તેને અટકાવી પોલીસે બાઈકના ચાલકની પુછપરછ કરતા કોઈ જવાબ ન આપતા પોલીસે પોકેટ કોપ એપ દ્વારા બાઈકના માલિક સર્ચ કરતા વાસુદેવભાઈ કેશાભાઈ ઈટોદરા વાળાનું હોવાનું સામે આવતા બાઈકના ચાલકને આગવી ઢબે પૂછપરછ કરતા તેને બાઈક હળવદ દશામાના મંદિર પાસેથી ચોરી કરેલ હોવાનું કબુલ કર્યું હતું. જે બાદ પોલીસે ચોરાઉ બાઈક સાથે આરોપી વનરાજ ઉર્ફે મહેશ ટીનાભાઈ નાયકને પકડી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

