મોરબી મહાનગર પાલિકા બન્યા બાદ અલગ-અલગ કામગીરી ઝડપી અને સુદ્રઢ થતી હોવાના દાવા થઇ રહ્યા છે
અને મોરબી મનપાની પ્રાણી રજાંડ અંકુશ શાખા દ્વારા એક સપ્તાહમાં અલગ-અલગ વિસ્તારમાંથી 75 ઢોર પકડી ડબ્બે પૂર્યા હોવાના અને ગૌ શાળામાં મોકલાયા હોવાના દાવા થઇ રહ્યા છે.
મોરબી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સતત વધી રહેલા રખડતા ઢોર પર અંકુશ લાવવા મહાનગર પાલિકા દ્વારા પ્રાણી રજાંડ અંકુશ શાખા કાર્યરત કરવામાં આવી છે અને તે શાખા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ સમયે રખડતા ઢોર ડબ્બામાં પૂરી રહી છે, ત્યારે છેલ્લા 21 મે થી 27 મે દરમિયાન અવની ચોકડી, બાપા સિતારામ ચોક, નગર દરવાજા વિસ્તાર, મંગલ ભુવનચોક, શનાળા રોડ, રવિ પેલેસ સોમનાથ પેલેસ સહિતના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 75 ઢોર પકડી ગૌ શાળા ખાતે મુકવામાં આવેલા હતા. પકડાયેલ બે પશુ માલિકીના હોવાનું સામે આવતા તેને રૂ. 8000 હજાર નો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત ઘાસ વેચાણ કરતા 11 વિક્રેતાને તેમજ ત્રણ પશુ માલિકીને લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા છે.

