હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં ચોમાસું ગુજરાતમાં બેસી શકે અને સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે જેના પગલે ખેડૂતો ચોમાસું પાકનું વાવેતર કરવાની તૈયારી કરી રહ્યા છે ખેડૂતોએ વરસાદ પહેંલ ખેતરમાં જરૂરી તૈયારી પૂર્ણ કરી દીધી છે અને હવે બિયારણ ખરીદી કરવા જઈ રહ્યા છે જોકે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પુરતું બિયારણ ન મળવાની ફરિયાદ ઉઠી છે અને ખડૂતોને ધક્કા થઈ રહ્યા હોવાનો દાવો કોંગ્રેસ અગ્રણી અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ કે ડી બાવરવાએ કર્યો છે તેઓએ કૃષિ મંત્રીને લેખિત રજૂઆત કરી છે જેમાં બિયારણ કે ખાતરની ઘટ ન થાય તેમજ લેભાગુ તત્વો બારોબાર ખેડૂતોના હક્કનું ખાતર કે બિયારણ સગેવગે ન કરે તે માટે મોનીટ રીંગની વ્ય્વસ્તાહા કરવા માંગ કરી છે તેઓ જણાવ્યું હતુ કે ગુજરાત રાજ્ય ના કૃષિ મંત્રી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ખાતર ની ઘટ પાડવા દેવામાં નહી આવે પરંતુ આ વાદા પોકળ સાબિત થયેલ છે
તો અમારી માંગણી છે કે તાત્કાલિક D.A.P. ખાતર નો પુરતો જથ્થો ખેડૂતો ને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે ને આવું કરવામાં નહી આવે તો દિવસ આઠ બાદ ખેડૂતો ને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલનાત્મક કાર્યકર્મ અઆપવાની અમોને ફરજ પડશે તો આ બાબતે વહેલાસર યોગ્ય કરવા માંગ કરવામાં આવે છે

