મોરબીના બગથળા ગામે રહેતા મયુરભાઇ ભીખાભાઇ સરવૈયા નામનો યુવાન ગઈકાલના રોજ બગથળા ગામ પાસે આવેલ પાણીના તળાવમાં ડૂબી જતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

