હળવદના ચરાડવા ગામે રહેતા લાલજીભાઇ શંકરભાઇ લકુમ નામનો યુવાન ધૂની મગજના હોવાથી લગ્ન ન થતા એકલવયુ જીવન જીવતા હોય જેનાથી કંટાળી ગઈકાલના રોજ પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

