HomeGujaratટંકારા નજીક ખજુરા હોટલ પાસે આંગડિયા પેઢીના માલિકની કારને આંતરી ચલાવાઈ 90...

ટંકારા નજીક ખજુરા હોટલ પાસે આંગડિયા પેઢીના માલિકની કારને આંતરી ચલાવાઈ 90 લાખની લૂંટ, અજાણ્યા પાંચથી સાત જેટલાં શખ્સો સામે ફરિયાદ દાખલ

મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા નજીક ખજુરા હોટલ પાસે એક મોટી લૂંટની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ રાજકોટના ટીટેનિયમ એન્ટરપ્રાઇસના માલિક નિલેષભાઇ ભાલોડી 21 મેએ બપોરે ત્રણ વાગ્યાના સુમારે રાજકોટની બેંકમાંથી રોકડ રકમ લઈને મોરબી તરફ જઈ રહ્યા હતા. તેમની સાથે ડ્રાઈવર જયસુખભાઈ ફેફર હતા. મીતાણા નજીકથી બે અલગ-અલગ કારમાં આવેલા લૂંટારાઓએ તેમની કારને રોકવાનો પ્રયાસ કર્યો. ડ્રાઈવરે કાર ન રોકતા લૂંટારાઓએ બલેનો કાર વડે ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે ફરિયાદીની કાર ખજુરા હોટલના પાર્કિંગમાં જઈને અટકી હતી અને તેના ચારેય ટાયર તૂટી ગયા હતા. ત્યાર બાદ નંબર પ્લેટ વગરની પોલો કારમાં આવેલા લૂંટારાઓએ હાથમાં ધોકા સાથે ફરિયાદી અને ડ્રાઈવરને કારમાંથી ઉતાર્યા હતા. લૂંટારાઓએ કારમાંથી રોકડ રકમ ભરેલા થેલા લૂંટી લીધા હતા. પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી હતી અને સાત પૈકી બે આરોપીને ઝડપી લીધા છે.

ટંકારા પોલીસે આંગડિયા પેઢીના માલિકની ફરિયાદના આધારે પાંચથી સાત અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદીએ લખાવેલી ફરિયાદ મુજબ, એક થેલામાં 50 લાખ અને બીજા થેલામાં 40 લાખ આમ કુલ મળીને 90 લાખની રોકડ લૂંટ થઇ છે. આરોપીઓ જુદી જુદી બે ગાડીમાં આવ્યા હતા. જે પૈકી લુંટારૂઓની બલેનો ગાડી લૂંટની જગ્યાએ બંધ પડી ગઇ હતી, જેથી તે તમામ આરોપીઓ એક જ ગાડીમાં લૂંટ કરેલી રકમ લઈને ભાગ્યા હતા. લુંટારુઓ ટંકારાથી ધ્રોલ તરફ જવાના રસ્તે પોલો ગાડી લઈને ભાગી ગયા હતા, જેથી જિલ્લામાં નાકાબંધી કરાવવામાં આવી હતી. પોલીસે આરોપીઓને બે બાજુથી ઘેરી લીધા હતા, જેમાં સામેથી ધ્રોલ પોલીસે તો પાછળની બાજુથી ડીવાયએસપી ટંકારા પોલીસે તો એલસીબી પોલીસ પણ આવી પહોંચી હતી. લુંટારુઓને હીરાપર નજીક ઘેરી લેવામાં આવ્યા હતા, જેથી તે શખ્સો પોતાની ગાડી છોડી લૂંટ કરીને મેળવેલા રોકડ રૂપિયા ભરેલ થેલા ગાડીમાં જ મૂકીને ખેતરમાં ભાગવા લાગ્યા હતા. જો કે, પોલીસને સ્થાનિક લોકોની મદદથી ભાગવા જઈ રહેલા લૂંટારાઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. લૂંટારૂઓને રોકવા માટે ડીવાયએસપી સમીર સારડા દ્વારા હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું, જેથી લૂંટ કરીને ભાગેલા શખ્સો પૈકીનાં બે શખ્સ પોલીસની હાથવેંતમાં આવી ગયા છે અને તેની પાસેથી કેટલીક રોકડ રકમ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે. ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યું હતું કે, હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલી ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા પાંચ થી સાત શખ્સો સામે ગુનો નોંધીને લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવા લેવા તજવીજ હાથ ધરાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW