મોરબીના પીપળી ગામે આવેલ સીપોન સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા રાજુભાઇ જગન્નાથ યાદવ નામના યુવાને ગઈકાલના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઇ લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

