HomeGujaratમાળિયા મિયાણાની ઓનેસ્ટ ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરનાર એક શખ્સ ઝડપાયો, 8.04...

માળિયા મિયાણાની ઓનેસ્ટ ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરનાર એક શખ્સ ઝડપાયો, 8.04 લાખનો મુદ્દામાલ જપ્ત

માળિયા મિયાણા પોલીસને બાતમી મળી હતી કે, કચ્છ તરફથી નંબર પ્લેટ વગરની સફેદ બ્રેજા કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી હતી. ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી શંકાસ્પદ કારને રોકીને તપાસ કરતા તેમાંથી વિવિધ બ્રાન્ડની 333 દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે 3.89 લાખની કિંમતનો દારૂનો જથ્થો, 4 લાખની બ્રેજા કાર અને 15 હજાર રૂપિયાનો મોબાઈલ મળીને કુલ 8.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

કાર ચાલક સુરેશ અજાભાઈ ચૌધરી રહે. બાડમેર, રાજસ્થાનવાળાની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બીજા આરોપી સુરેશ ચુન્નારામ મેઘવાલ હાલ ગાંધીધામ, મૂળ રાજસ્થાનવાળાનું નામ સામે આવ્યું છે. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW