વાંકાનેર સીટી પોલીસ ટીમ કુવાડવા રોડ પાસે પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ત્યાંથી એક ઇસમ નંબર પ્લેટ વગરનું બાઈક લઇને પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન પોલીસે તેને અટકાવી બાઈકના કાગળો માંગતા ન હોવાનું જણાવતા પોલીસે પોકેટકોપ એપ દ્વારા વાહન સર્ચ કરી તેમજ શંકાસ્પદ ઇસમની સઘન પુછપરછ કરતા નવાગામ આનંદપર જી. રાજકોટ ખાતેથી બાઈક ચોરી કરી હોવાનું કબુલાત આપતા પોલીસે ચોરાઉ બાઈક સાથે ઇસમ સોયબ અયુબભાઇ બલોચને પકડી લઇ તેની સામે બીએનએસએસ કલમ 35(1) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

