મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિકાસ કામો માટે મંજૂરી આપી હતી અને તેની ટેન્ડર પ્રક્રિયાઓ હાથ કરી હતી. જે પૈકી શહેરના મુખ્ય બે રોડ માં અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન કામગીરી માટે એજન્સી મળી જતા હવે આ કામગીરી શરુ થશે ત્યારે મોરબી મનપાના કમિશ્નર સ્વપ્નીલ ખરે ના માર્ગદર્શનમાં નહેરુગેટ ખાતે તારીખ 15 ના મે ગુરુવારના રોજ સવારે 10 કલાકે મંજુર થયેલા કામ નું ખાતમુર્હૂત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.આ મંજુર થયેલા જેમાં સુપર ટોકીઝ થી નવલખી રોડ સુધી આ રોડ પર ડ્રેનેજ લાઈન , દરબારગઢ થી નેહરુ ગેટ ને જોડતી ડ્રેનેજ લાઈનનું ખાત મુર્હુત કરવામાં આવશે આ ઉપરાંત મહાનગરપાલિકા સંચાલિત ગ્રીનચોક લાઇબ્રેરીના રીનોવેશન કામગીરી પૂર્ણ થતા વાંચન રૂમને શહેરની વાંચન પ્રિય જનતા માટે કાર્યરત કરવામાં આવશે

