ટંકારા તાલુકાના નસીતપર ગામમાં આવેલા ડેમી બે ડેમ ના હેઠવાસમાં આવેલા નાના-મોટા ચેકડેમ ભરવા થયેલી રજૂઆત ને પગલે રાજ્ય સરકારના નર્મદા જળસંપતિ પાણી પુરવઠા વિભાગ દ્વારા 37 એમસીએફટી પાણી છોડવાની મંજૂરી આપવામાં આવી છે આ મંજૂરીને ધ્યાને લઈ ડેમી બેના શિક્ષણ ઓફિસર દ્વારા તારીખ 15 મે એટલે કે બુધવારના બપોરના બે વાગ્યે ડેમના કુલ છ દરવાજા એક ફૂટ ખોલી ₹3,517 ક્યુસેક પ્રવાહ નદીમાં છોડવામાં આવશે આ નદીમાં પ્રવાહ છૂટવાના કારણે ખેડૂતો દ્વારા ઉનાળા પાક ને સિંચાઈનું પાણી મળશે ડેમના દરવાજા ખોલવાની જરૂરિયાતને પગલે નીચાણમાં આવતા ટંકારા તાલુકાના નસીતપર, નાના રામ પર મોટા રામપર મોરબી તાલુકાના ચાચાપર ખાનપુર અને કોયલી વગેરે ગામોને સાવચેત કરવામાં આવ્યા છે અને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે

