HomeGujaratધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક સ્કોર્પિયો-કિયા કાર વચ્ચે અકસ્માત, એક મહિલા સહિત...

ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક સ્કોર્પિયો-કિયા કાર વચ્ચે અકસ્માત, એક મહિલા સહિત 5નાં મોત

ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. બે કાર વચ્ચેની સામસામી ટક્કરમાં એક મહિલા અને ત્રણ પુરુષ સહિત કુલ 5 લોકોનાં મૃત્યુ થયાં છે. પ્રાથમિક માહિતી અનુસાર, સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલમાં અમદાવાદ શહેરના સાયન્સસિટી વિસ્તારમાં રહેતા હોવાનું, જ્યારે કિયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલિતાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકોની વિગત 1.ગોરધનભાઇ ગોબરભાઈ ડોબરીયા 2.અશોકભાઈ ગોબરભાઈ ડોબરીયા 3.ગૌરવભાઈ ગોબરભાઈ ડોબરીયા 4.તીર્થ ગૌરવભાઈ ડોબરીયા તમામ મૂળ રહે શાંતિનગર, તા.મહુવા, ભાવનગર. હાલ સાયન્સ સિટી પાસે, અમદાવાદ 5.દિશાબેન કિરીટભાઇ પ્રબતાણી

આ અકસ્માત એ સમયે સર્જાયો જ્યારે ભાવનગર તરફથી આવી રહેલી કિયા કાર અને ધોલેરાથી ભાવનગર તરફ જઈ રહેલી સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ. અકસ્માતની ઘટના સર્જાતા માર્ગ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ધોલેરા પોલીસને બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રાહત બચાવ કાર્ય તથા ટ્રાફિક નિયમન શરૂ કરાવ્યું હતું. 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW