દેશમાં છેલ્લા એક સપ્તાહથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે બંને દેશો વચ્ચે ગોળીબાર અને ડ્રોન હુમલા થયા હતા જેમાં સામાન્ય લોકોની સાથે આર્મી ના જવાનો પણ શહીદ થયા છે ત્યારે આ પરિવારને મદદરૂપ થવા અને દેશ પ્રત્યે ફરજ બજાવવા પોતાના ધારાસભ્ય તરીકેના એક મહિનાના માનદભથ્થાને “આર્મી રાહત કોષ”માં અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે.
ધવલસિંહ ઝાલાએ જણાવ્યું કે દેશ માટે જીવ દઈને લડનારા વીરજવાનોની વિપત્તી સમયે સહાયરૂપ થવા માટે આ નાનકડું યોગદાન છે. આ ફક્ત આર્થિક સહાય નથી, પણ રાષ્ટ્રીય ભાવનાની પ્રતિકરૂપ શ્રદ્ધાંજલિ છે.
શ્રદ્ધા અને રાષ્ટ્રસેવાનું આ ઉત્તમ ઉદાહરણ પુરું પાડીને ધવલસિંહ ઝાલાએ ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરી છે કે વધુ ને વધુ લોકો અને વિધાનસભ્યોએ પણ આવા કાર્યમાં ભાગ લેશે જેથી “આર્મી રાહત કોષ” સુધી વધુ સહાય પહોંચી શકે.
આ સંદર્ભે તેમણે ગુજરાતના તમામ નાગરિકોને અને સહધારાસભ્યોને દેશપ્રેમના આ યજ્ઞમાં આહ્વાન કર્યું છે.

